Chairman Message

 Home / Chairman Message

Chairman Message



સફળતા મેળવવા માટે ઉચ્ચતમ ગુણવતા અને ભળભળતી ઈચ્છા શકિત હોવી જોઈએ: - રતિભાઈ એસ. પટેલ

       કોઈપણ વ્યકિત ચોક્કસ સપનાઓ સાથે જીવતી હોય છે. સપના વગરનું જીવન એટલે મૃત્યુ અને તેનાથી વિશેષ કશું જ નહી.

      ૧૯૫૮ મા ધ્રોલ તાલુકાના લતીપર ગામે જન્મેલ અને આજના યુવા ઉધયોગપતિ નર્મદા એરકન્ડીશનરના માલિક રતિભાઈ સવજીભાઈ પટેલ પણ જીંદગી જીવવાની અતૂટ જીજીવિષા અને અથાગ પરિશ્રમનો પર્યાય છે.

      રતિભાઈ મુળ લતીપર ગામના S.S.C. પાસ કરી સક્રિય રાજકારણમાં જોડાયા. નાનપણથી જ કંઈક કરી છુટવાની તમન્ના ધરાવતા હતાં. શરૂઆતમાં ૧૫ વર્ષની વયે જ ૭ કિ.મી. ચાલી અને ગુલાબનગર થી જામનગર ઈલે. સ્ટોરમાં ૪ રૂપિયા રોજે નોકરી કરતા. સમય સંજોગો અને શ્રમ શકિતએ રતિભાઈના જીવનમાં ચમત્કાર સજર્યો.

      ધરતીપુત્ર હોવને નાતે વિશાળ મન અને અખૂટ મહેનત પિતાશ્રી સવજીભાઈ પાસેથી વારસામાં મળેલા. પાંચ વર્ષ માટે ધોલ તાલુકા ઈન્ડસ્ટ્રીઝ ભાજપ પ્રમુખ તરીકે અને વર્તમાન સમયે પદધરી તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળે છે. પિતાના વ્યવસાયને અનુરૂપ કિસાનોના હિત માટે અમરસિંહ ચૌધરીના શાસન દરમિયાન ધ્રોલ તાલુકાથી સફળ રીતે કિસાન આંદોલન કરી અને કિસાનોને ન્યાય અપાવેલ.

      ત્યારબાદ સપનાઓેને સીંચીં અને ધંધા ઉધોગને મહત્વ આપ્યું અને રાજકોટ શહેરમાં પોતાના લક્ષ્મી ઈલે. સ્ટોર્સ તથા આજી વસાહત રાજકોટમાં નર્મદા સુપર સબમર્સીબલ પંપની ફેકટરી કરી જે હાલ તેમના પુત્ર હાર્દિકભાઈ સંભાળે છે.

      સબમર્સીબલ પંપની સફળતા બાદ પોતાના જીવન મંત્ર મુજબ "મન નાસીપાસ થાય તો જ સપનુ તુટે" પોતે આજી વસાહત ફેકટરીમાં A/C રૂ ૨૫૦૦૦/- નું (એસેમ્બલ) ખરીધું અને જન્મ થયો. એક નવા સપનાનો એટલે કે નર્મદા એરકન્ડીશનર. એસેમ્બલ એ.સી. બરાબર ન ચાલતા પોતે તેને ખોલી અને ડિસેકશન કર્યુ અને આ નર્મદા બ્રાન્ડ એ.સી. ની શરૂઆત થઈ.

      બુલંદ જુસ્સો રતિભાઈનું જમાપાસુ છે. બે-ત્રણ બેંકોએ એરકન્ડીશનર પ્લાન્ટનો પ્રોજેક્ટ રીસ્કી હોય લોન નામંજૂર કરી પરંતુ દેના બેંકના રીજીયોનલ મેનેજર શ્રી લાંબા સાહેબે જાત મુલાકત લઈ પ્રોજેક્ટ તથા સાઈટ પ્લાન્ટ ચેક કરી અને પ્રોજેક્ટ મંજુર કર્યો.

      ૭૫૦૦ સ્ક્વેર મીટરની વિશાળ જગ્યામાં તરઘડી પાસે ચૌકીધાણી ધાબાથી એક કિ.મી. દૂર આલિશાન ઓફિસ અને નમ્ર સ્ટાફ સાથે કોઈ જાયન્ટ બિઝનેશ ટાઈકુન સમકક્ષ નર્મદાના પ્લાન્ટની વિઝીટ કરી અને નર્મદા બ્રાન્ડ એરકન્ડીશનરની વિશાળ રેન્જ અને ખૂબીઓ જાણી એટલું ચોક્કસ કહી શકાય કે આપણે આપણી માનસિકતા બદલવવાની જરૂર છે. ફોરેનના મોટા નામ અને યુઝડ પ્રોડકટ નવા કલેવરમાં આવે તો આપણે અપનાવીશું પરંતુ આપણું પોતાનું આપણે સ્થાનિક ગણી અવગણી છીએ.

      ગુજરાતનું એક માત્ર એરકન્ડીશનરર્સ મેન્યુ. યુનિટ નર્મદા એરકન્ડીશનરર્સ પોતાના ત્રણ વર્ષના ગાળામાં ૭૫ થી ૧૦૦ વર્ષ જુની કંપનીઓની હરોળમાં સામેલ થઈ ગયું.

      ૮ થી ૧૦ વીન્ડો તથા ૨ થી ત્રણ સ્પ્લીટ મોડેલમાં ઉપલબ્ધ નર્મદા ૧ ટન થી ૨ ટન સુધીનું A/C નું ઉત્પાદન કરે છે. જે ગુજરાતમાં પોતાના વિતરકોનું વિશાળ નેટવર્ક ધરાવે છે. એ.સી. ની સારી ગુણવતા ને વ્યાજબી ભાવને કારણે તે બ્રાન્ડેડ પ્રોડકટમાં સારૂ વેચાણ ધરાવે છે.

      માણસો પોતાની પ્રાથમિકતામાં ટી.વી., ફ્રીઝ, સ્કુટર, વોંશિગ મશીન પછીની પ્રાથમિકતા એ.સી. ને છેલ્લે આપે છે પરંતુ હવે લોકોમાં ખરીદશકિત વધી હોવાને કારણે તથા એ.સી. જરૂરિયાતની વસ્તુ છે તેવું સૌ કોઈ માનવા લાગ્યા છે તથા માણસોની કમાવવાની શકિત પણ વધી છે.

      જો કે, એક વાત તેમણે બખૂબી આ લખનારના કાનમાં ન લખવાની શરતો કહી છે તે પોતાની વિચક્ષણ ઉધોગપતિની નિશાની છે. આજના આધુનિક જમાનામાં A/C ખરીદનાર ગ્રેજયુએટ કે મોટા લોકોને રિમોટના બધા જ Operation નથી આવડતા તેનાથી તે અચરજ અનુભવે છે તથા રૂપિયા કમાવવા પૈસાદાર માણસો માટે સરળ થઈ ગયું છે. જમીનના બે પ્લોટ લઈ બે પ્લોટ વેચતા ૨-૫ લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે જયારે મેન્યુફેકચરિંગ યુનિટ સારૂ ઉત્પાદકીય ગુણવતા સાથે ચલાવવાથી માનસિક સંતોષની માત્રા અનેક્ગણી વધુ હોય છે.

      ૨૦/૦૪/૧૯૯૯ થી શરૂ થયેલ નર્મદા એરકન્ડીશનરર્સની અને રતિભાઈના યશોગથામાં સંઘર્ષ, ગુણવતા, પ્રમાણિકતા અને ઉધયોગપતિ તરિકેની વ્યકિત વિશેષતા સો ટચના સોના જેટલી સાચી રીતે મોજૂદ છે તે આપણા સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ છે. કઠોર પરિશ્રમ અને સફળતાની સતત ખેવના વ્યકિતને શિખરની ટોચ પર લઈ જાય છે.

Narmada Group of Companies

  1. Narmada Super Submersible Pump
  2. Narmada Air Conditioners
  3. RSL Air Conditioners
  4. AIR KING AIR CONDITIONERS
  5. HI TECH AIR CONDITIONERS
  6. SUPER GOLD SUBMERSIBLE PUMPS
  7. HI-TECH SUBMERSIBLE PUMPS

Product Brochure


Get In Touch With Us